પગલું 1: નીચે સૂચિબદ્ધ દેશોમાં કોઈપણ પ્રકારની નાણાંકીય સેવાઓની જાહેરાતો બતાવવા માટે, જાહેરાતકર્તાઓએ–પ્રથમ પગલા તરીકે–G2RS દ્વારા ચકાસાયેલ હોવું આવશ્યક છે. G2RS નાણાંકીય સેવાઓની ચકાસણી મેળવવા માટે, જાહેરાતકર્તાઓએ દર્શાવવું આવશ્યક છે કે તેઓ: (1) સંબંધિત નિયમનકારી સંસ્થા દ્વારા અધિકૃત છે; અથવા (2) છૂટ માટે લાયક છે. કૃપા કરીને ધ્યાન આપો: અમુક પ્રકારના જાહેરાતકર્તાઓએ G2RS ચકાસણી મેળવવાની જરૂર નથી. G2RS નાણાંકીય સેવાઓ ચકાસણી માટે અરજી કરતા પહેલા, કૃપા કરીને Google ની નાણાંકીય ઉત્પાદનો અને સેવાઓ જાહેરાત નીતિઓનો સંદર્ભ લો.
પગલું 2: નાણાંકીય સેવાઓના જાહેરાતકર્તાઓ જેમણે G2RS નાણાંકીય સેવાઓની ચકાસણી પ્રાપ્ત કરી છે તેઓએ તેમની ઓળખ Google ના જાહેરાતકર્તા ચકાસણી પ્રોગ્રામ દ્વારા ચકાસવી આવશ્યક છે. Google તરફથી જાહેરાતકર્તા ચકાસણી ઈમેલ માટે કૃપા કરીને તમારું ઈમેલ ઇનબોક્સ તપાસો. ધ્યાન આપો: જો જાહેરાતકર્તાઓએ પહેલાંથી જ Google નો જાહેરાતકર્તા ઓળખ ચકાસણી પ્રોગ્રામ પૂર્ણ કરી લીધો હોય, તો તેઓએ પગલું 2 પૂર્ણ કરવાની જરૂર રહેશે નહીં.
પગલું 3: પગલાં 1 અને 2 પૂર્ણ કર્યા પછી, જાહેરાતકર્તાઓ પસંદ કરેલા દેશમાં નાણાંકીય સેવાઓની જાહેરાતો બતાવવા માટે અરજી કરી શકે છે. જ્યારે તમે જાહેરાતો બતાવવા માટે અરજી કરો છો, ત્યારે તમને તમારો G2RS કોડ પૂછવામાં આવશે. વધુમાં, તમામ નાણાંકીય સેવાઓના જાહેરાતકર્તાઓએ Google ની નાણાંકીય ઉત્પાદનો અને સેવાઓ જાહેરાત નીતિઓનું પાલન કરવું આવશ્યક છે. Google Ads એપ્લિકેશન અહીં મળી શકે છે:
ચકાસણી પ્રક્રિયા
જો તમારો વ્યવસાય કોઈ ચોક્કસ દેશમાં નાણાંકીય સેવાઓ પૂરી પાડવા માટે લાગુ નિયમનકારી સંસ્થા દ્વારા અધિકૃત છે, તો નીચેના “અરજી કરો” બટનને ક્લિક કરીને ચકાસણી માટે અરજી કરો.
ખુબ અગત્યનું: આ ચકાસણી પ્રક્રિયા દરમિયાન તમે જે વ્યવસાય માહિતી પ્રદાન કરો છો તે સંબંધિત રજિસ્ટ્રીમાં ઉપલબ્ધ વ્યવસાય વર્ણન સાથે બરાબર મેળ ખાતી હોવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમારી સંસ્થાનું નામ અથવા નોંધણી નંબર અલગ હોય અથવા સંબંધિત રજિસ્ટ્રીમાં ઉપલબ્ધ ન હોય, તો તમારી ચકાસણી નિષ્ફળ થઈ શકે છે.
જો તમે તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ કરી છે, તો તમને G2RS તરફથી અરજીની રસીદ સ્વીકારતો પુષ્ટિકરણ ઇમેઇલ પ્રાપ્ત થશે. પુષ્ટિકરણ ઇમેઇલમાં તમારી અરજી માટે વિશિષ્ટ કોડ શામેલ હશે (તમારો “G2RS કોડ”).
5 કેલેન્ડર દિવસની અંદર, G2RS તમને તમારી અરજીની સ્થિતિ (દા.ત., મંજૂર, અસ્વીકાર) વિશે ઈમેલ કરશે. જો મંજૂર કરવામાં આવે, તો જ્યારે તમે તમારા પસંદ કરેલા દેશમાં નાણાંકીય સેવાઓ મેળવવા માંગતા ઉપયોગકર્તાઓને જાહેરાતો આપવા માટે અરજી કરો ત્યારે તમારે તમારો G2RS કોડ Google સાથે શેર કરવાની જરૂર પડશે.
છૂટ પ્રક્રિયા
જો તમારો ધંધો નાણાકીય સેવાઓની નિયમનકારી એજન્સી દ્વારા અધિકૃત ન હોય તો, તમે હજુ પણ નાણાકીય સેવાઓ મેળવવા માંગતા વપરાશકર્તાઓને લક્ષ્ય બનાવી શકો.
તમારે આમાંથી એક મુક્તિ માટે છૂટ કરવી જોઈએ કે કેમ તે નિર્ધારિત કરવા કૃપા કરીને નીચેની વ્યાખ્યાઓની સમીક્ષા કરો.
- બિન-નાણાંકીય સેવા જાહેરાતકર્તાઓને છૂટ:જાહેરાતકર્તાઓ કે જેઓ નાણાંકીય સેવાઓનો પ્રચાર કરતા નથી, પરંતુ તેમની પાસે એવા ઉપયોગકર્તાઓને લક્ષ્ય બનાવવાનું અનિવાર્ય કારણ છે કે જેઓ નાણાંકીય સેવાઓની શોધ કરતા હોય તેવું લાગે છે. ઉદાહરણ (બિન-વિસ્તૃત): સર્ચ એંજીન, ઈકોમર્સ પ્લેટફોર્મ, લો ફર્મ.
- નાણાંકીય સેવા જાહેરાતકર્તાઓને છૂટ:નાણાંકીય સેવાઓના જાહેરાતકર્તાઓ કે જેઓ લાગુ કાયદા હેઠળ નોંધણી આવશ્યકતાઓમાંથી છૂટ ધરાવે છે.
જો તમે તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ કરી છે, તો તમને G2RS તરફથી અરજીની રસીદ સ્વીકારતો પુષ્ટિકરણ ઇમેઇલ પ્રાપ્ત થશે. પુષ્ટિકરણ ઇમેઇલમાં તમારી અરજી માટે વિશિષ્ટ કોડ શામેલ હશે (તમારો “G2RS કોડ”).
5 કેલેન્ડર દિવસની અંદર, G2RS તમને તમારી અરજીની સ્થિતિ (દા.ત., મંજૂર, અસ્વીકાર) વિશે ઈમેલ કરશે. જો મંજૂર કરવામાં આવે, તો જ્યારે તમે તમારા પસંદ કરેલા દેશમાં નાણાંકીય સેવાઓ મેળવવા માંગતા વપરાશકર્તાઓને જાહેરાતો આપવા માટે અરજી કરો ત્યારે તમારે તમારો G2RS કોડ Google સાથે શેર કરવાની જરૂર પડશે.
અરજી કરવા તૈયાર છો?
કૃપા કરીને તે દેશ પસંદ કરો કે જ્યાં તમે જાહેરાત કરવા માંગો છો.